કડકડતી ઠંડીમાં મોરબીમાં ગરીબોને હૂંફ આપતું એસએસવી ગ્રુપ

- text


મોરબી : હાલમાં કડકડતી ઠંડીમાં ખુલ્લામાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોની હાલત દયનિય છે ત્યારે મોરબીના એસએસવી ગ્રુપ આમરણ દ્વારા ગરીબોને હૂંફ આપવા સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલે એક જ દિવસમાં જુદા જુદા વિસ્તારમાં ફરી ૮૦ ગરીબ લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા, વધુમાં જો આપ પણ મોરબીમાં કોઈ જગ્યાએ કોઈ પણ ગરીબ વ્યક્તિને ઠંડીમાં ઠુઠવાતા જુઓ તો મો.8000888834, 9510010036, 7874125609 અથવા 9558880862 ઉપર સંપર્ક કરવા એસએસવી ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

- text