મોરબીમાં અપહરણ કરી ફરાર થઈ ગયેલો શખ્સ હાલોલથી ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અપહરણના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બલરામભાઈ ગુણવંતભાઇ રેણુકા ઉ.૨૨ રહે. હાલ, હાલોલ જી.આઇ.ડી.સી
જી.એમ.ચોકડી, રચના પ્લાસ્ટીક કારખાનાની ઓરડીમાં, તા. હાલોલ જી.પંચમહાલ મુળ
રહે.શનાળા બાયપાસ એપોલો હોલ પાછળ મોરબી વાળાને નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા હાલોલ ખાતેથી ઝડપી લઈ મોરબી લાવવામાં આવ્યો હતો, પોલીસની આ કામગીરી નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઇ એ.બી.જાડેજા, પો.હેડ.કોન્સ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, દિનેશભાઇ હનાભાઇ, પો.કો. એ.પી.જાડેજા તથા ઉજવલદાન જીતુદાન વગેરેએ કરી હતી.

- text