મોરબીમાં ટ્રકે હડફેટે બાઇક ચાલક આધેડ નું મોત, બે ઇજાગ્રસ્ત

- text


મોરબીમાં બે મિત્રોને તેમજ ભત્રીજા સહિત 3 શખ્સ પંચાસર ચોકડી નજીકથી પસાર થતા હતા તે દરમિયાન માતેલા સાંઢની જેમાં આવેલ ટ્રકે ઠોકર મારતા બાઈક સવાર આધેડને માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.જ્યારે બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

બનાવની પોલીસ સ્ટેશનમાથી મળતી માહિતી મુજબ મોરબીના ફાળસર ગામના વતની અને સુરત વસતા દામજીભાઈ રામજીભાઈ ચાવડા તેમના મિત્ર શાંતિલાલ અને ચેતનભાઈ ગંગદાસ જિલ્લા સેવા સદન કચેરીથી જમીન માપણીનું કામ પતાવી પરત ફરતા હતા તે 36 કે 1414 નબરનાં બાઈક સાથે પંચાસર રોડ પર આવેલ જીજે3 ડબ્લ્યુ 4646 નંબરનાં ટ્રકે હડફેટે લેતા ત્રણેય લોકોને ઈજા પહોંચી હતી જેમાં શાંતિલાલભાઈને ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- text