મોરબી જિલ્લા-શહેરમાં વાહન ચેકીંગ ઝુંબેશમાં ૧૧૭ કેસો કરી ૩૨૪૦૦નો દંડ વસુલાયો

- text


મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તા.૨૪ના રોજ મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ હંગામી પોઇન્ટ ઉભા કરી વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ ૪૮૧ નાના મોટા વાહનોની ચકાસણી થવા પામી હતી. જેના દ્વારા ભયજનક રીતે વાહન ચલાવવું, ટ્રાફિકને અડચણ થાય એ રીતે વાહન પાર્ક કરવું, કેફી પીણું પીને વાહન ચલાવતા તેમજ ગેરકાયદે હથિયારો લઈને નીકળેલા ઇસમોને પકડી પાડવા સહિતના કેસો કરવામાં આવ્યા હતા. મોટરવહિલ એકટ હેઠળ કુલ ૧૧૭ કેસો દાખલ કરી ૩૪૨૦૦ રૂપિયાનો રોકડ દંડ વસુલવામાં આવ્યો હતો. વાહન ચેકીંગની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવે તો જ અકસ્માતો તેમજ ગુનાખોરીની સમસ્યા ઉપર નિયંત્રણ આવે તેવી માંગણી આ ચેકીંગ ઝુંબેશ દરમ્યાન લોકોએ વ્યક્ત કરી હતી.

- text