મોરબીનું સોખડા ગામ ભડકે બળતા સહેજમા બચ્યું

- text


સોખડા ગામના ૧૦ વાડા ભળભળ સળગ્યા : ફાયર બ્રિગેડ મદદે ન આવતા ગામમાં આગ લાગવાની ભીતિ જણાતા ગ્રામજનોએ મહા મુસીબતે આગ બુઝાવી

મોરબી : મોરબીના સોખડા ગામે પાદરમાં આવેલા એક વાડામાં આગ લાગતા જોત જોતામાં આ આગ આસપાસના ૧૦ વાડામાં પ્રસરી જતા અફડા – તફડી મચી ગઇ હતી.જોકે અણીના સમયે જ ફાયર બીગ્રેડ મદદે ન આવતા આગ ગામ તરફ આગળ વધતા ગામ ભડકે બળે તે પહેલા ગ્રામજનોએ મહામુસીબતે જાતે જ આગને કાબુમાં લીધી હતી.

જાણવા મળ્યા મુજબ મોરબીના સોખડા ગામે આજે બપોરના સમયે પાદરમાં આવેલા એક વાડામાં આગ લાગી હતી અને જોત – જોતામાં આગ આસપાસના ૧૦ વાડામાં પ્રસરી જતા આગે ભયાનક રૂપ ધારણ કરી લેતા પશુની નિરણ ભરેલા વાડા ભડભડ સળગી ઉઠ્યા હતા.

આ આગના બનાવની જાણ ગ્રામજનોએ ફાયર બીગ્રેડને કરી હતી પરંતુ ફાયર વિભાગે જરૂરતના સમયે હાથ ઊંચા કરી દીધા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને વાડામાં લાગેલી આગ ગામ સુધી પહોંચે તેવી ભીતિ દેખાતા સતર્ક થયેલા ગ્રામજનોએ જાતે જ આ વિકરાળ આગને કાબુમાં લેવા રેસ્ક્યુ ઓપરેશન હાથ હર્યું હતું અને ગામજનોએ બાજુના ઉધોગોમાંથી પાણીના ટેન્કર મંગાવીને આગને કાબુમાં લઈ મોટી દુર્ઘટના ટાળી હતી.

જોકે આ આગમાં વાડામાં રહેલો પશુધન માટે રાખવામાં આવેલ નિરણનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો પરંતુ સદભાગ્યે આગ ગામ સુધી ન પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

- text

- text