વાંકાનેર નજીક પાર્ટી સ્પેશિયલ દારૂ સાથે બે ઝડપાયા

- text


 

૧૭ બોટલ વિદેશી દારૂ, મોટર સાયકલ સહિત રૂ. ૨૫૧૦૦નો મુદામાલ જપ્ત

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે લૂણસરિયા બોકડથંભા રોડ ઉપરથી મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા મોરબી શક્ત શનાળા ગામના બે શખસોને ઝડપી લઈ રૂ.૨૫૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે લૂણસરિયા બોકડથંભા રોડ ઉપરથી યશપાલસિંહ રાજેન્દ્રસિંહ વાધેલા, ઉ.૨૧ ધંધો-મજુરી રહે.શકતશનાળા ગામ, શક્તિમાતાના મંદિર પાસે, તા.જી.મોરબી અને નિર્મળભાઇ બાબુભાઇ મઢવી, ઉ.૨૧ ધંધો-મજુરી રહે.શકતચનાળા ગામે, ગરબી ચોક પાસે, તા.જી.મોરબી વાળાને સી.ડી. ડીલક્સ મોટર સાયકલ નંબર જી.જે. ૦૩ ડી.કયુ ૮૧૭૬ કિં.રૂ.૨૦,૦૦૦ વાળામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય અંગ્રેજી દારૂ પાર્ટી સ્પેશિયલ કંપનીની સીલ પેક ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૧૭ કિં.રૂ.૫૧૦૦નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા કુલ મુદામાલ રૂ.૨૫,૧૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text