ઓલ ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં હિર ઝળકાવતો મોરબીનો યુવાન

- text


મોરબી : મોરબી રવાપર રોડ પર સાયન્ટિફિકની વાડી પાસે આવેલ આલાપ પાર્કમાં રહેતા અને રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા સરડવા રાજ હિતેશભાઈએ કોલેજ વતી દહેરાદુન ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં તેણે હિર ઝળકાવીને ચોથો નંબર મેળવીને પોતાની કોલેજ તથા પરિવારનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ બદલ કોલેજના સમગ્ર સ્ટાફ ગણે તથા પરિવારજનોએ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.

- text

- text