જુના ઈસનપુર ગામે ખેડૂત યુવાન નર્મદા કેનાલમાં ગરકાવ : શોધખોળ શરૂ

- text


ખેડૂત યુવાનનું નર્મદા કેનાલના કાંઠે જ ખેતર હોય કેનાલમાં મશીનની પાઈપલાઈન ફીટ કરવા જતા સર્જાઈ કરૂણાંતિકા

આજ રોજ મોડી સાંજે હળવદ તાલુકાના જુના ઈસનપુર ગામે રહેતા ર૮ વર્ષિય ખેડૂત યુવાન ગામની સીમ વિસ્તારમાં આવેલ પોતાના ખેતરે ગયેલ હોય ત્યારે નર્મદા કેનાલમાં ખેતરમાં પાણી લાવવા માટે પાઈપ રિપેરીંગ કરવા જતા કેનાલમાં ગરકાવ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તરવૈયાઓની ટીમ દ્વારા ખેડૂત યુવાનને નર્મદા કેનાલમાં શોધખોળ આદરાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ જુના ઈસનપુર ગામે રહેતા મુકેશભાઈ ધનાભાઈ મકવાણા (ઉ.વ.ર૮) આજરોજ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કાંઠે પાઈપ લાઈનને મશીનમાં ફીટ કરવા જતા મુકેશભાઈ એકાએક નર્મદા કેનાલમાં પડી જતા શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે ગામના સરપંચ ગોપાલભાઈ દ્વારા હળવદ મામલતદાર વી.કે. સોલંકીને જાણ કરાતા મામલતદાર દ્વારા તાત્કાલીક બચાવ ટીમ મોકલી આપી હતી અને આજુબાજુના ગામના તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા ખેડૂત યુવાનની કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ છે. જાકે હજુ સુધી કોઈ જ પતો મળ્યો ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જયારે બીજી તરફ જુના ઈસનપુર ગામના ર૮ વર્ષિય ખેડૂત યુવાન કેનાલમાં ગરકાવ થઈ ગયાના સમાચાર ગામમાં પ્રસરી જતા કેનાલ કાંઠે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા જયારે હાલ ખેડૂત યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે.

- text

- text