હળવદના રાણેકપર ગામે મા શકિત અને ખોડિયાર માતાજીના મંદિરનો પ્રથમ વાર્ષીક મહોત્સવ ઉજવાયો

- text


મચ્છુ માતાજીના નવરંગા માડવામા રાત્રે ડાકલાની રમજટ બોલાવાશે

હળવદના રાણેકપર ગામે ગોલતર પરીવાર દ્ધારા શક્તિ માતાજી તેમજ ખોડિયાર માતાજીનો પ્રથમ વાર્ષીક મહોત્સવ ઉજવાયો હતો. સાથો સાથ મચ્છુમાતાજીના નવરંગા માંડવાનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવીક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
હળવદના રાણેકપર ગામે નવનિર્માણ પામેલ શક્તિ માતાજી અને ખોડિયાર માતાજીના મંદિરને એક વર્ષ પુર્ણ થતા ગોલતર પરીવાર દ્ધારા પ્રથમ વાર્ષીક મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતું તેમજ ખોડિયાર માતાજીએ ૧૧ અને ૧ મચ્છુ માતાજીએ નવરંગા માંડવાનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ પ્રસંગે રાણેકપર ભરવાડ સમાજના ગોલતર, દોરાલા, લાંબરીયા, ટોટા જેવી ૮૦ જેટલી શાંખના પરીવારો દ્ધારા મચ્છુમાતાજીને હંમેશા ક્રુપા વર્ષાવતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પંચનીદેવી ગણાતા મા મચ્છુ રાણેકપર નેશડાનુ આસ્થાનુ પ્રતિક છે. આ વાર્ષીક મહોત્સવમાં આજુબાજુ ગામોના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. શક્તિ માતાજી અને ખોળીયાર માતાજીના આ પ્રસંગને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાવીક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે માતાજીના પટાગણમાં ડાકલાની રંમઝટ બોલાવાશે. આ પ્રથમ વાર્ષીક મહોત્સવમાં રાણેકપર ભરવાડ સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text