પંચાસર હત્યા કેસમાં દસ મહિના બાદ બે આરોપીઓના જામીન મંજુર

- text


જમીનમાથી માટી ભરવાની તકરારના હત્યા કેસમાં હાઇકોર્ટમાંથી જામીન મંજુર : ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ અને સહદેવસિંહ ઝાલાના જામીન મંજુર

મોરબી : મોરબીના પંચાસર ગામે ગરાસિયા આધેડની ફાયરિંગ કરી હત્યા કરી નાખી મહિલા સહિત બે વ્યક્તિ પર હુમલો કરવાના કેસમાં છેલ્લા દસ માસથી જેલમાં રહેલા આરોપી અને ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા અને તેમના પિતરાઈ સહદેવસિંહ ઝાલાને હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ  મોરબી નજીક આવેલ પંચાસર ગામે ૨૦ માર્ચના રોજ જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.૨૯ સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ લાલુભા ઝાલા, હિતુભા લાલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ ૩ પિસ્તોલ અને ૩ બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કરી સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. ૪૮ ની હત્યા કરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

- text

પંચાસર હત્યા કેસ મામલે છેલ્લા દસેક માસથી મોરબી જેલમાં રહેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા સહિતના આરોપીઓએ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા નામદાર હાઇકોર્ટ દ્વારા ગઈકાલે સહદેવસિંહ લાલુભા ઝાલાના ૧૦ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા, જ્યારે આજે નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાના પણ રૂપિયા ૨૦ હજારના બોન્ડ સાથે શરતી જામીન મંજુર કરવામાં આવતીકાલે તેઓ જામીન મુક્ત થશે, આરોપીઓ વતી ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાંવટી, એસ.પી.રાજુ અને વિરાટ પોપટ રોકાયા હતા.

- text