મોરબીની લેડી ડોન વૃત્તિ ઠક્કર જીફા એવોર્ડ માટે નોમિનેટ : તો આવો જોઈએ શું કહે છે વૃત્તિ ઠક્કર

- text


મોરબીના નગરજનોને વોટ આપવા અપીલ : વધુ વોટ મળશે તો અવાજ સંભળાશે ! એન્ડ ઘી નેગેટિવ ફિમેલ એકટર ઓફ ઘી ઈયર એવોર્ડ ગોઝ ટુ વૃત્તિ ઠકકર

મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં અઢળક હીર છુપાયેલું છે,તાજેતરમાં મિસ ઇન્ડિયા મિસીસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓમાં મોરબીના છુપા ચહેરા ઝળક્યા બાદ ગુજરાતી ફિલ્મો માટેના ઓસ્કાર એવોર્ડ ગણાતા જીફા એવોર્ડમાં નેગેટિવ ફિમેલ એકટર ઓફ ઘી ઈયર કેટેગરીમાં મોરબીની ભાણેજ વૃત્તિ ઠક્કરની પસંદગી થઈ છે હવે લેડી ડોન વૃત્તિને એવોર્ડ મળશે કે કેમ એ મોરબીના નગરજનોના હાથમાં છે. જીફા એવોર્ડ કેટેગરીમાં પસંદ થયેલી વૃત્તિ હાલમાં મોરબીમાં જ રહે છે અને એલએલબીનો અભ્યાસ કરે છે.

છેલ્લા વર્ષોમાં ગુજરાતી અર્બન ફિલ્મોએ લોકોમાં ખુબ જ આકર્ષણ જમાવ્યું છે, ચણીયા ચોળી અને ધોતિયા ચોરણા ક્લચરને એક બાજુ મૂકી નવોદિત કલાકારો દ્વારા હિન્દી ફિલ્મોના કથાનકને ટક્કર મારે તેવી સ્ક્રીપ્ટ અને સીનેમેટ્રોગ્રાફી સાથે ગુજરાતી ફિલ્મોનો ફરી એક વાર જમાનો આવ્યો છે ત્યારે મૂળ ધ્રાંગધ્રાની વાતની અને છેલ્લા સાત વર્ષથી મોરબી મોસાળમાં રહેતી વૃત્તિ ઠક્કરે ગુજરાતી ફિલ્મોમાં કાઠું કાઢ્યું છે. રોણા શેરમાં ગીતમાં અભિનય કરનાર અને “કોઈ આને પરણાવો” અને “તૃપ્તિ” જેવી હિટ ફિલ્મોમાં સકારાતમક અને “સૂત્રધાર” ફિલ્મમા નેગેટિવ રોલ કરી ને ગુજરાતી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેર એવોર્ડ એટલે કે જીફા એવોર્ડ માટે નેગેટિવ વુમેન એકટર તરીકે નોમિનેટ થઈ છે.

- text

ધોરણ 12થી મોરબી મોસાળને કર્મભૂમિ બનાવનાર વૃત્તિ હાલ એલએલબીનો અભ્યાસ કરી રહી છે અને છુપા રુસ્તમની જેમ ગુજરાતી ફિલ્મો અને આલ્બમોમાં મોભાદાર અભિનય કરી મોરબીને ગૌરવ અપાવી રહી છે. તેમજ થોડા સમયમાં રિલીઝ થનારી મચ્છુ, કોકટેઇલ પ્રેમી અને વાત વડા બારીયા જેવી ફિલ્મમાં અભિનય કર્યો છે. આ સંજોગોમાં વૃત્તિ ઠક્કર આવનાર દિવસોમાં જીફા એવોર્ડમાં પસંદગી પામે અને આપણે સૌ એન્ડ ઘી નેગેટિવ ફિમેલ એકટર ઓફ ઘી ઈયર એવોર્ડ ગોઝ ટુ વૃત્તિ ઠકકર અવાજ સાંભળી શકીએ તે માટે વધુમાં વધુ વોટ કરીએ
#morbiupdate
તો આવો જોઈએ શું કહે છે વૃત્તિ ઠક્કર…

વોટ કરવાનું ભૂલતા નહિ નીચે આપેલી લિંક ઉપર અત્યારે જ વોટ જરૂરથી કરશો
Nomination for GIFA NEGATIVE ACTOR OF THE YEAR (FEMALE) ..
Click on this link and Vote for your favorite Nomination
https://www.facebook.com/1687713678112090/posts/2184338035116316/

- text