માઠા વરસમાં જીવવું કેમ ! મોરબીના જીવાપરમાં ખેડૂતે ખેતી મુક પડતી અને દારૂનું વેચાણ ચાલુ કર્યુ

- text


કચ્છથી દારૂ લાવી વેચાણ ચાલુ કરતા જ પોલીસ ત્રાટકી

મોરબી : ઓણ સાલ મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખરીફ મોસમ નિષ્ફળ નીવડ્યા બાદ રવિ સિઝનમાં સરકારે પાણી ન આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે મોરબીના જીવાપરમાં ચોંકાવનારા કિસ્સામાં ખેડૂતે માઠા વરસમાં ગુજારો કરવા દારૂ વેચવાનું ચાલુ કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જીવાપર (ચ) ગામે રહેતા જીણાભાઈ છગનભાઇ કાલરીયા (ઉ.વ.48) વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા મોરબી તાલુકા પોલીસના મહિપતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તેના ઘેરમાં ત્રાટક્યો હતો. પોલીસે આ રહેણાક મકાનમાંથી 22 ઈંગ્લીશ દારૂની બોટલો તથા 48 નંગ વહીસ્કીની બોટલ અને નાના ચપલા નંગ 96 મળીને કુલ રૂ.30600નો મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

- text

વધુમાં આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આરોપી અગાઉ ખેતીનો વ્યવસાય કરતો હતો. પરંતુ માઠા વરસમાં હમણાંથી દારૂનો વેપલો કરતો હતો. જોકે તે કચ્છમાંથી દારૂ લાવીને વેચતો હોવાનું જણાવે છે પરંતુ કોની પાસેથી દારૂ લાવતો હતો તેની માહિતી આપતો ન હોવાથી વધુ વિગતો મેળવવા માટે પોલીસે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

- text