મોરબીના તરુણ ઉપર દુષ્કર્મ ગુજરનાર પાંચેય ઝડપાયા

- text


મોરબી : મોરબીના રાજપરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા ગયેલા તરુણની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજરનાર પાંચેય આરોપીઓની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ લીલી પરિક્રમામાં માતા – પિતા સાથે સેવા કરવા ગયેલા મોરબીના રાજપર ગામના તરૂણ ઉપર આજ ગામના પાંચ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા જૂનાગઢ ભવનાથ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જેને પગલે પોલીસે આરોપી હર્ષદ દલપત, નવનીત વશરામ, બાવન દેવજી, જયેશ ભગવાનજી અને જનક રવજીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text