વાંકાનેરના પાડધરામા પરણિતાનું બાવડું પકડી લેતો ઢગો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ઘરમાં એકલી રહેલી પરિણીતાની લાજ લેવાને ઇરાદે પાડોશમાં રહેતા ઢગાએ અડધીરાત્રે બાવડું પકડી નિર્લજ્જ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાડધરાની રહેવાસી ગીતાબેન મનીષ રઘુભાઇ ડેડાણીયા જાતે કોળી (ઉ.32) નામની પરણીતા ઘેર એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ આબરૂ લેવાના ઇરાદે આ જ ગામના ચંદુ ભાવસિંગ કૃણપરા જાતે કોળી (ઉ.32)એ રાત્રીના અઢી વાગ્યે સુતેલ ગીતાબેનને જગાડી તેણીનું બાવડુ પકડી છેડતીના ઇરાદે નિર્લજ્જ હુમલો કર્યો હતો. ગીતાબેને વાંકાનેર તાલુકા પોલીસ મથકે ચંદુ કોળી વિરૂઘ્ધ ગુનો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text