મોરબી તળાવ કૌભાંડમાં પોલીસ ભાજપ મહામંત્રીને છાવરતી હોવાનો સ્ફોટક આરોપ

- text


 

૪૦ થી ૫૦ લાખનો કડદો કરનાર ઘનશ્યામભાઈ ગોહેલ વિરુદ્ધ પગલાં ભરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા કોંગ્રેસના રમેશ રબારી

મોરબી : મોરબી જિલ્લાના કરોડો રૂપિયાના સિંચાઈ કૌભાંડમાં પોલીસ લાખો રૂપિયાનો કડદો કરી લેનાર જિલ્લા ભાજપના મહામંત્રીને છાવરી રહી હોવાનો સ્ફોટક આક્ષેપ કરી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ સિંચાઈ વિભાગને ધગધગતો પત્ર લખી ભાજપ આગેવાન વિરુદ્ધ પગલાં ભરવા રજુઆત કરતા ચકચાર જાગી છે.

મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સિંચાઈ નાં કામોની ગેરરીતી રાજય સરકારમાં ફરિયાદકર્તા પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના અને
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી હળવદ સ્થિત ઘનશ્યામ ગોહેલે તા. ૧૨/૭/૧૮ નાં રોજ સિંચાઈ વિભાગના રાજય મંત્રી પરબતભાઈ પટેલને ખાસ પત્ર લખી જે તે કાર્યોમાં થયેલ ગેરરીતી અંગે તપાસ માંગેલ ત્યારબાદ આ પ્રશ્નમાં અંગત રસ લીધેલ. દરમ્યાન માત્ર દસ જ દિવસમાં ઘનશ્યામ ગોહેલ સિંચાઈ ખાતાના ઈજનેરને પત્ર લખી તેઓએ કરેલ ફરિયાદમાં બધા જ
કામો બરાબર થયા છે હવે કોઈ ફરિયાદ રહેતી નથી તેવો પત્ર લખેલ છે.

આ સબ સલામત પત્ર લખવા અંગે મોરબી જિલ્લાના લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વહીવટ ઘનશ્યામ ગોહેલે કરેલ હોય જેણી જાણ તપાસનીશ અધિકારીને હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર પોલીસ આ વ્યકિતની પુછપરછ કરાતી નથી અને તેને છાવરે છે તેનું કારણ શું છે ? જે પ્રકરણમાં તપાસ માટે કાગળ લખનાર ધારાસભ્યની ધરપકડ અને જેલવાસ કરાવનાર પોલીસ ઘનશ્યામ ગોહેલ સામે પગલા લેતાં ખચકાય છે.

- text

શંકાસ્પદ ઘનશ્યામ ગોહેલ ભાજપના મહામંત્રી છે માટે પોલીસ તેને છાવરે છે. ધારાસભ્ય સામે અટકાયતી પગલાં લેનાર પોલીસ આ બાબતે કેમ ઉદાસીન છે, આ પ્રકરણમાં વિવાદાસ્પદ ધનશ્યામભાઈની ધરપકડ
કરી કડક તપાસ થાય તો હજુ વધુ અનેક લોકોની સંડોવણી ખુલે તેમ છે.

આ તપાસ પ્રકરણમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા, માળિયા (મી.) તાલુકા તેમજ મોરબી જિલ્લાનાં અનેક ગામોમાં થયેલ ગે૨૨ીતી ની તપાસ થતી નથી. આ ઘનશ્યામભાઈ ગોહેલની ધરપકડ કરવામાં તેમજ તેને લખેલ કાગળ શંકાસ્પદ હોય તેની તપાસ કરવામાં તેમજ ધરપકડ કરવામાં પોલીસ કોનાથી બીવે છે શું આ ઘનશ્યામભાઈની ધરપકડ થાય તો પોલીસના હાથ દાઝે તેમ છે ? તેવો સવાલ ઉઠાવી ઘનશ્યામભાઈએ જે પત્ર લખેલ છે તેની તપાસ તટસ્થ રીતે થવી જોઈએ.

ઘનશ્યામભાઈ કોઈ સિંચાઈના એન્જનીયર નથી, કે તે કોઈને પત્ર લખી કહી શકે કે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી. સબબ લોક ચર્ચા મુજબ આ પ્રકરણમાં
ઘનશ્યામભાઈની પોલીસ ધરપકડ અને નિષ્પક્ષ કાર્યવાહી કરશે કે કેમ તેથી આ બાબતે સનિષ્ઠ
તપાસ કરવા અંતમાં રમેશભાઈ રબારીએ માંગણી ઉઠાવી છે.

- text