મોરબીના આમરણમાંથી બિલ વગરનો સિગારેટનો જથ્થો ઝડપાયો

- text


એસઓજી ટીમ દ્વારા રૂ.૨૮૨૦૦ નો જથ્થો જપ્ત

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામેથી એસઓજી ટીમે બિલ વગરનાં સિગારેટના જથ્થા સાથે વેપારીને ઝડપી લેતા નાના એવા આમરણમાં ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબી એસઓજી ટીમે આમરણ ગામે પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાં પાનબીડીની હોલસેલ દુકાનમાં ચેકીંગ કરતા નેશનલ ગોલ્ડ અને ગોલ્ડ સ્ટેગ નામની ભારતીય બનાવટની સિગારેટનો જથ્થો બિલ વગરનો માલુમ પડતા એસઓજી ટીમે દુકાનદાર અમિત ભુપતભાઇ સોમૈયા ઉ.૨૮ રે. પગથિયાં શેરી, દરબારીવાસ વાળાને ઝડપી લઈ સિગારેટના ૪૨ બોક્સ કિંમત રૂ.૨૮,૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો.

- text

એસઓજી ટીમની આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, કોન્સ.ભરતસિંહ ડાભી સહિતના સ્ટાફે કરી હતી.

- text