મોરબી તાલુકા પોલીસે દિવાળી કાઢી ! અઢી લાખ રૂપિયાનો દેશીદારૂ નાશ કર્યો

- text


નામદાર મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા જુદા જુદા 319 કેસમાં પકડેલો દારૂ તથા ગોળના ડબ્બા કર્યા નાશ

મોરબી : મોરબી તાલુકા પોલીસે આજે જુદા-જુદા 319 કેસમાં જપ્ત કરેલ રૂપિયા 2,47,630ની કિંમતનો દેશીદારૂ લીટર 12386.5 મચ્છુ – 3 ડેમ નજીક નાશ કરી દિવાળીમાં સાફસફાઈ અભિયાન ચલાવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુદી-જુદી 319 રેડ અને તપાસની દરમિયાન ઝડપી લીધેલ દેશી દારૂ લીટર 12386.5 કિંમત રૂપિયા 2,47,630 નો જથ્થો નાશ કરવા નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ મંજૂરી માંગતા આ દેશીદારૂનો જથ્થો નાશ કરવા મળેલી મંજૂરીને આધારે આજે બપોરે મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.જે.રાણા ની દેખરેખ હેઠળ પંચોની રૂબરૂમાં મચ્છુ -3 ડેમ નજીક દારૂના આ જથ્થાનો તેમજ 50 ડબ્બા અખાદ્ય ગોળનો નાશ કરવામાં આવ્યો હતો.

file photo

- text