મોરબી : સામું જોવા જેવી નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં સામસામી ફરિયાદ

- text


જોન્સ નગર અને ઘાંચી શેરીના બન્ને જૂથો વિરુદ્ધ ગુન્હો દાખલ ધરપકડનો દૌર

મોરબી :મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧૧ ના નાકે ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી સામું જોવા જેવી નજીવી બાબતમાં બંને જૂથે હથિયાર તેમજ સોડાની બોટલો પત્થરો થી એકબીજા પર પ્રહાર કર્યા હતા. આ ઘટના પગલે રાત્રે જ પોલીસ દોડી જઈ ને મામલો કાબૂમાં લીધો હતો અને બંને જૂથની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના જોન્સનગર તથા ઘાંચી શેરીના બીજા જૂથ વચ્ચે સામું જોવા જેવી નજીવી બાબતે ગત રાત્રે લાતી પ્લોટ શેરી નં ૧૧ ના નાકા પાસે હથિયાર સાથે અથડામણ થઇ હતી.અને બંને જૂથે એકબીજા પર સોડાં ની બોટલો અને પત્થરો ના છૂટા ઘા કરી ને ભારે ઘમસાણ મચાવ્યું હતું આ ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી તથા એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ને કેટલાક તોફાનીઓની અટકાયત કરીને મામલા ને કાબૂમાં લીધો હતો. બાદમાં જોન્સનગરના જૂથના સબ્બિર હુસેને ખોડે એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવી હતી કે તેના કાકા ના દીકરા અસ્લમ સાથે આરોપી અનવરને બોલાચાલી થયાં બાદ આરોપીઓ જુસબ ગુલમહમ્મદ મોવર, હનીફ હુશેન મોવર, અબ્દુલ હબીબ ભટ્ટી, ઇમરાન ઉર્ફે દિલાવર મોવર, મહમદ મિયાણા, અને અન્ય ૧૦ થી ૧૫ અજાણ્યા માણસોએ તેમના જૂથ પર હથિયારો તથા સોડા ની બોટલો અને પત્થરો ના ઘા કરીને ઇજા પહોંચાડી હતી.

- text

જ્યારે સમાપક્ષે ઈશુભાઈ વલીમામદ નોતિયારે વળતી ફરિયાદ નોંધવી હતી કે આરોપી હુશેન સિદિક ખોડ, જુસબ હુશેન ખોડ, સલીમ ગુલામ ,સિકંદર ગુલામ, ઇમરાન હુશેન, ટીકુ ગુલા, હુશેન ખોડના ભાઈના ત્રણ છોકરા તથા અજાણ્યા ૫ થી ૬ માણસોએ તેમના જૂથ પર હથિયારો તથા સોડાની બોટલો અને પત્થરો થી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને પક્ષ ની ફરિયાદ નોંધી બન્ને પક્ષે દસ -દાસ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

- text