વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી તથા સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી તથા સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં પરીક્ષામાં સારા ગુણ મેળવી પાસ થયેલા ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ૨૧ કર્મચારીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોળીસેના ગુજરાતના પ્રમુખ હિરાભાઈ સોલંકી , રાજય સભાના પુર્વ સાંસદ શંકરભાઈ વેગડ, ચોટિલાના ધારાસભ્ય રૂતવ્વીકભાઈ મકવાણા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, પુર્વ ધારાસભ્ય ભરતભાઈ ખોરાણી, ચોટિલા તાલુકા પંચાયતના પ્રમુખ ખોડાભાઈ ખોરાણી, ભરતભાઈ સોરાણી, વાંકાનેર તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સદસ્યો, તાલુકાના સરપંચો, વાંકાનેર શહેરના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેવબાપાની જગ્યાના મહંતશ્રી વિરજી ભગત દ્વારા વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપ્યા હતા.

- text

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોળી સેના મોરબી જીલ્લાના પ્રમુખ રમેશભાઇ મકવાણા ,કાનાભાઈ સોડમીયા, જીતુભાઈ અણીયારીયા, અશ્વીનભાઈ, રમેશભાઈ, ગોવીદભાઈ, ભાવેશભાઈ, વિનોદભાઈ કરશભાઈ, રસિકભાઈ ગોહિલ  સહિત કોળી સમાજના યુવાનો દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.

- text