મોરબીના લખધીરપુર રોડ ઉપર કોલગેસ કદળો ઠાલવવા મામલે અંતે પોલીસ ફરિયાદી બની

- text


બે દિવસ પૂર્વેની ઘટનામાં ટેન્કર ડ્રાઇવર અને અન્ય એક વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર લેમીનેટ્સ કારખાના નજીક કોલગેસનો કદળો ઠાલવવા મામલે અંતે મોરબી પોલીસે જાતે ફરિયાદી બની ટેન્કર ચાલક અને કોલગેસનો કદળો ભરી આપનાર ફેકટરી માલિક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ લખધીરપુર રોડ ઉપર મોનાલ લેમીનેટ્સ નજીક ટેન્કર નંબર GRP-6225 માં ઝેરી ગંદાપાણી ટેન્‍કરમાં ભરી આપી મનુષ્યની તેમજ પશુઓને તંદુરસ્તીને હાની કે અસર પહોચે તે રીતે ટેન્કરમાં આશરે @ 9500 LITER જેટલુ ઝેરી ગંદુપાણી ભરીને મોનાલ લેમીનેટ કારખાનાની પાસે ખુલ્‍લી જગ્‍યા ખાડામા ગેસી ફાયર પ્લાન્ટ માંથી નીકળતુ ’ઝેરી ગંદુ પાણી જાહેરમા ખાલી કરવામાં આવતા ટેન્‍કર ચાલક તથા સીરામીક એકમના માલીકે એક બીજાએ મદદગારી કરતા ગુનો કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકના કિર્તીસિંહ બહાદુરસીંહ જાડેજા અનાર્મ પોલીસ કોન્‍સ્‍ટેબલ દ્વારા ફરિયાદી બની ટેન્કર ચાલક તેમજ સીરામીક એકમના માલિકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

- text