વાંકાનેરમાં મોબાઈલમાં વાત કરતા શ્રમિક ઉપર ટ્રક ફરી વળ્યો : મોત

- text


વાંકાનેર : વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં મોબાઈલમાં વાતો કરતા શ્રમિક ઉપર રિવર્સમાં આવતો ટ્રક ફરી વળતા કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયુ હતું.

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ સનફોડૅ કારખાનાની ગેટની સામે ટ્રક નંબર જીજે-૧૨-બીડબલ્યુ-૨૦૭૮નો ચાલક ટ્રક રિવર્સ લેતો હોય પાછળ મોબાઇલમાં વાત કરતાં રવિકુમાર ઉપર પાછળનો ટાયરનો જોટો માથે ફેરવી દેતાં ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી દેતા ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- text

- text