વાંકાનેર નાની સિંચાઇ યોજનાના કૌભાંડની તપાસ કરવા ટીમ આવી

- text


 

વાંકાનેર : મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા રાજ્યના મુખ્યમંત્રીએ તપાસના આદેશો છોડ્યા છે ત્યારે જળ સંપત્તિની ટીમ મોરબી જીલ્લાના જુદા જુદા ગામોમાં તળાવોના થયેલ કામની તપાસ આદરી છે ત્યારે બે દિવસ માટે વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામોમાં ટોટલ અંદાજિત રૂપિયા ૩.૫ કરોડના થયેલ કામોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે લાખો રૂપિયા ખિસ્સામાં સેરવી લઈ કાગળ પર કામો બતાવી રાતોરાત માલામાલ બની જવાના સપનાં સેવતા કોન્ટ્રાક્ટર અને મંડળી સંચાલકોની ઊંઘ હરામ થઈ ગઈ છે

- text

બીજી તરફ ગાંધીનગરથી રેલો આવતાં ઘણી બધી મંડળી સંચાલકોએ રાતોરાત તળાવના કામો થઈ ગયેલ છે તેવું બતાવવા કહેવા પૂરતું તાત્કાલિક કામ હાથ ધરેલ છે તેવું ગ્રામજનો બતાવી રહ્યા છે.

- text