નવલખી બંદર નજીક રોંગ સાઈડમાં આવેલ ટ્રકે મોરબીના યુવાનને હડફેટ લીધો

- text


મોરબી : માળીયા તાલુકાના નવલખી બંદર નજીક ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ટ્રક ચલાવી મોરબીના મોટરસાયકલ ચાલક યુવાનને હડફેટ લેતા ઇજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ નવલખી પોર્ટ ના અંદરના ભાગેથી મુખ્ય ગેટ ન-૨ નજીક આવેલ કસ્ટમ ઓફિસ નજીક ટ્રક નં આર.જે.-૧૪-GE-૩૮૭૩ ના ચાલક પોતના હવાલાવાળુ વાહન ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમાં ચલાવી અવધેશભાઇ શુકલા, ઉ.વ-૨૮ ધધો-નોકરી રહે-હાલ મોરબી કુબેર નગર – વિષ્ણુનગર અશોક પાનવાળી શેરી નવલખી રોડવાળાને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text