મોરબીમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન વિતરણનો કેમ્પ યોજાશે

- text


 

ભારત વિકાસ પરિષદ, અર્પણ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ફોર ક્લેક્ટિવ એક્શન કેલિફોર્નિયાનું સંયુકત આયોજન : કેલીપર્સ, ઘોડી, ટ્રેસિકલ, કૃત્રિમ હાથ પગ સહિતના સાધનો અપર્ણ કરાશે

મોરબી : મોરબીમાં આગામી તા. ૧૬ ડિસેમ્બર તેમજ ૬ જાન્યુઆરીના રોજ એમ બે તબક્કામાં દિવ્યાંગો માટે સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગોને વિનામૂલ્યે
કેલીપર્સ, ઘોડી, ટ્રેસિકલ, કૃત્રિમ હાથ પગ સહિતના સાધનો અપર્ણ કરવામાં આવશે.

- text

મોરબીમાં ભારત વિકાસ પરિષદ, અર્પણ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ફોર ક્લેક્ટિવ એક્શન કેલિફોર્નિયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કુદરતે જેને થપાટ મારી છે તેવા દિવ્યાંગો સરળતાથી પોતાના રોજિંદા જીવનના કાર્યો કરી શકે તેવા આશયથી આ કેમ્પમાં વિનામૂલ્યે કેલીપર્સ, ઘોડી, ટ્રેસિકલ, કૃત્રિમ હાથ પગ સહિતના સાધનોની સહાય આપવામાં આવશે.

આ કેમ્પનો પ્રથમ તબક્કો તા. ૧૬ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં અમદાવાદથી તબીબોની ટીમ ઉપસ્થિત રહીને દિવ્યાંગોની પ્રાથમિક તપાસ કરશે. બાદમાં કેમ્પનો બીજો તબક્કો તા. ૬ જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં દિવ્યાંગોને સાધન વિનામૂલ્યે અર્પણ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે દિવ્યાંગ ભાઈ- બહેનોને સંસ્થાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નામ રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. 98790 24410 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text