શરદપુનમની રાતડીને, મોરબી જિલ્લા પોલીસવડા પણ ગરબે ઘૂમ્યા

- text


મોરબી તાલુકા પોલીસલાઈનમાં પોલીસ પરિવાર આયોજિત ગરબામાં રમઝટ

મોરબી : કોઈ પણ તહેવાર હોય ત્યારે પોલીસની સવિશેષ જવાબદારીને કારણે કદી તેઓ મનભરીને પોતાના પરિવાર સાથે આનંદ નથી માણી શકતા પરંતુ ગઈકાલે મોરબી પોલીસ પરિવાર આયોજિત શરદોત્સવમાં મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો સ્ટાફ સાથે મળી ગરબે ઘૂમતા અદભુત માહોલ જોવા મળ્યો હતો.

- text

દિવાળી, હોળી કે જન્માષ્ટમી હોય કે પછી નવરાત્રી હોય પોલીસ હંમેશા બંદોબસ્તમાં જ વ્યસ્ત રહેતી હોય તેમના પરિવારજનોને પોતાની રીતે જ તહેવારો મનાવવા પડતા હોય છે પરંતુ ગઈકાલે શરદપૂર્ણિમાનો તહેવાર મોરબીના પોલીસ પરિવાર માટે ખુશી લાવ્યો હતો કારણ કે તાલુકા પોલીસ લાઈનમાં આયોજિત શરદોત્સવમાં ઉચ્ચ અધિકારીથી લઈ કોન્સ્ટેબલ સુધીનો સ્ટાફ મનમૂકીને ગરબે ઘૂમ્યો હતો.

તાલુકા પોલીસ મથકના વિશાળ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર આયોજિત શરદપૂર્ણિમા રાસોત્સવમાં જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ, તેમજ તમામ પોલીસ મથકના અધિકારીઓ અને કોન્સ્ટેબલ, બી ડિવિઝન ડી – સ્ટાફના ભાનુભાઈ બાલાસરા સહિતના સૌ કોઈએ સહપરિવાર રાસગરબાની રંગત માણી હતી.

- text