બાળપણ મોબાઈલમાં અટવાયું, મોરબીમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સેમિનાર યોજાયો

- text


ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગરના પૂર્વ વાઇસ ચાન્સલર દિવ્યાંશુભાઈ દવેનું પ્રરેક ઉદબોધન

મોરબી : આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં સુવિધાઓ વધાવની સાથે સમસ્યાઓ પણ વધી રહી છે જેમાં ખાસ કરીને જેટ ગતિએ દોડતા વિકાસ વચ્ચે બાળપણ જાણે કાચબાગતિએ ચાલી ક્યાંક ખોવાઈ ગયું હોય તેવી સ્થિતિમાં બાળકોમાં સર્જનાત્મક શક્તિનો અભાવ સ્પષ્ટ પાને જોવા મળી રહ્યો છે,શેરી રમતો છોડી ટીવી અને મોબાઇલમાં ગુચવાયેલ બાળકોની સમસ્યા ઘર ઘરની છે ત્યારે આશિશુમંદિર મોરબી દ્વારા બાળકોની આવી જ સમસ્યાનો ઉકેલ કેમ લાવવો તેની ચિંતા કરી મારુ બાળપણ મને પાછું આપો વિષય અંતર્ગત ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો.

આજના ટીવી મોબાઈલ અને ઈન્ટરનેટના ઝડપી યુગમાં બાળકનું જનરલ નોલેજ તો વધ્યું છે પરંતુ તેમનું બચપણ રીતસર ખોવાઈ ગયું છે, ઘરે ઘરે બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી હોય મોરબી શીશુમંદિર દ્વારા બાળકોમાં સર્જનાત્મક શક્તિ ખીલે અને બાળકોમાં અંતઃસ્ફુરણા જાગે તેવા પ્રયાસના ભાગરૂપે તાજેતરમાં ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગરના પૂર્વ વાઇસ ચાન્સલર દિવ્યાંશુભાઈ દવેની ઉપસ્થિતિમાં ખાસ સેમિનારનું આયોજન કર્યું હતું.

- text

આ તકે,ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગરના પૂર્વ વાઇસ ચાન્સલર દિવ્યાંશુભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બાળકો ઘરમાં ઘણી બધી બાબતો શીખે છે અને હંમેશા મોટેરાંઓનું જ અનુકરણ કરતુ હોય છે જેથી બાળકોને શક્ય તેટલા શેરી રમતો રમતો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ, બાળકોને રમકડાં કે મોબાઈલ જેવા ઉપકારનો આપી જવાબદારીમાંથી છટકી જતા માતા-પિતાઓ માટે લાલબત્તી પણ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બાળકો માટે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરી બાળકો અંદરથી કૈક શીખે તેવા અભ્યાસક્રમની હિમાયત કરી તેઓએ બાળકને નાનપણથી જ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ જેથી મોટા થઇ પોતાની રીતે ધંધો વ્યવસાય કરી શકે બાળકો ના ભવિષ્ય માટે યોજવામાં આવેલા આ સેમિનારમાં જયંતિભાઇ રાજકોટીયા,સુનિલભાઈ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધાર્મિષ્ઠબેન સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text