હળવદ નગરપાલીકાએ ૪પ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત કરાયા

- text


શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ દુકાનો, લારી-ગલ્લા સહિત કરિયાણાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું

હળવદ : હળવદ નગર પાલીકા દ્વારા પ૦ માઈક્રોન નીચેના ઝબલા પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં વેચાતા હોવાની ફરિયાદના પગલે આજરોજ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરતા ૪પ કિલો ઝબલા અને રપ૦૦ ચાના પ્યાલી ઝડપી લઈ સાથે સાથે પ૦ માઈક્રોન નીચેના પ્લાસ્ટીક વેચનાર શખ્સોને દંડ ફટકારાયો હતો.

- text

આજરોજ પાલીકા ચીફ ઓફિસર સાગર રાડીયા, બીટુ મલિક, હરીશભાઈ, વિક્રમભાઈ, નવીનભાઈ સહિતનાઓએ શહેરમાં પ૦ માઈક્રોન નીચેના પ્લાસ્ટીક વેચાતા હોવાની ફરિયાદોના પગલે લારી, ગલ્લા તેમજ અનાજ – કરિયાણાની દુકાનો, ચાની કેન્ટીનો સહિતના સ્થળો પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૪પ કિલો પ૦ માઈક્રોન નીચેના ઝબલા અને રપ૦૦ ચાની પાલીઓ જપ્ત કરવામાં આવી હતી પ૦ માઈક્રોન નીચેના પ્લાસ્ટીક વેંચતા લોકોને પાલીકા દ્વારા દંડ પણ ફટકારાયો હતો.

- text