રફાળેશ્વર સ્ટેશન નજીક યુવાન ડેમુ ટ્રેન હડફેટ આવી જતા ગંભીર ઇજા

- text


૩૦ વર્ષના અજાણ્યા યુવાનને પગમાં ગંભીર ઇજાઓ થતા રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબી રફાળેશ્વર સ્ટેશન નજીક અજાણ્યો યુવાન ડેમુ ટ્રેન હડફેટ આવી જતા ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયો છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ આજે સવારે મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીક ૩૦ વર્ષનો અજાણ્યો યુવાન ડેમુ ટ્રેન હડફેટ આવી જતા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડી રેલવે પોલીસ દ્વારા અજાણ્યા યુવાનના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.

- text

- text