વોડફોનની ઘોર લાપરવાહીના પાપે મોરબીની પેઢીનું બેન્ક એકાઉન્ટ હેક : ૧૨.૫ લાખ ઉપડી ગયા

- text


મોરબીમાં સીરામીક રો – મટીરીયલનો ધંધો કરતી પેઢી સાથે છેતરપિંડી : એલસીબીમાં ફરિયાદ

મોરબી : મોરબીમાં સિરામિક રો – માટીરીયલનો બિઝનેસ કરતી પેઢીનું બેન્ક એકાઉન્ટ હેક કરી ભેજાબાજ ચીટરે રૂપિયા ૧૨.૫ લાખ ટ્રાન્સફર કરી લેતા સનસનાટી મચી ગઇ છે, જો કે આ છેતરપિંડીમાં વોડાફોન મોબાઈલ કંપનીની ભૂંડી ભૂમિકા બહાર આવી છે અને ભોગ બનનારની મંજૂરી વગર વોડફોને ચિટરને નવું સીમકાર્ડ આપી દેતા જ આ ઘટના ઘટતા આ મામલે મોરબી એલસીબીમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં થયેલી ચોકવનારી છેતરપિંડીની વિગતો જોઈએ તો, નેપ્ચ્યુન ટ્રેડર્સ નામની પેઢી મોરબીમાં સિરામીક રો-મટીરીયલ્સનો બિઝનેસ કરે છે અને તેમની કંપનીના મોબાઇલ તથા – ઇમેલ હેક કરી અને તા. ૭/૧૦/૨૦૧૮ ના રોજ ઇન્ડસઇન્ડ બેંકમા પેઢીના ખાતામાંથી રૂ. ૧૨,૫૦,૦૦૦ ઉપાડી લઈ હેકરે દ્વારા ૬ લાખ એસ.કે.એન્ટરપ્રાઇઝ એસબીઆઇ બેન્ક કલકત્તા તથા રૂપિયા ૬.૫૦ લાખ અનકાન શાહ, કેનેરા બેંક કલકત્તાના ખાતામાં ટ્રાનસ્ફર કરી લીધેલ હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે, નેપચ્યુન ટ્રેડર્સના મોબાઇલ નંબર ૯૮૨૫૦૨૭૮૫૬ પેઢીની પરવાનગી વગર જ હેકરે નવુ મોબાઇલ સિમકાર્ડ કઢાવી અને ફક્ત ૨૦ મીનીટમા જ આ કૃત્યને અંજામ આપ્યું હતું.

- text

આ છેતરપિંડી મામલે નેપચ્યુન ટ્રેંડર્સના સી.ડી.પટેલે જણાવ્યું હતું કે, વોડાફોન કંપનીની ગંભીર લાપરવાહીને કારણે અમારી પેઢીને રૂપિયા ૧૨.૫૦ લાખ નુકશાન સહન કરવું પડયુ છે ત્યારે પેઢી દ્વારા અમારું કાર્ડ બદલવા માટે ફોન આવતા ના પાડવામાં આવો હતી અને કોર્પોરેટ કાર્ડ હોવા છતાં વોડાફોન કંપનીએ શા માટે લાપરવાહી રાખી આ કાર્ડ થર્ડ પાર્ટીને આપ્યું તે પણ તપાસની બાબત છે. હાલમાં આ કાર્ડ માટે વોડાફોનને પણ અરજી કરેલ છે અને મોરબી સાયબર ક્રાઇમમા અરજી કરી આજે એલસીબીમાં ફરિયાદ નોંધાવવા કાર્યવાહી ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મોરબીના અનેક એટીમ કાર્ડ ધારકોના નાણાં અન્ય રાજ્યો માંથી ઉપડી ગયા છે ત્યારે મોરબીના સિરામીક ઉધોગકારો આ બાબતને ગંભીરતાથી લઇ અને આ કિસ્સાની જેમ બીજા ભોગના બને તે માટે સતર્ક રહેવું જરૂરી છે અને કંપનીના ઇમેલ એડ્રેસ અને મોબાઇલ પણ પોતાના જ હાથ મા રાખે અને દર ૧૫-૨૦ દિવસે પાસવર્ડ બદલવો જરૂરી હોવાનું ભોગ બનનાર સી.ડી.પટેલે અંતમા જણાવ્યું હતું.

- text