હળવદને અછતગ્રસ્ત જાહેર ન કરાય તો જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારતા ધારાસભ્ય સાબરીયા

- text


ખેડૂતોને ચાર દિવસમાં પાણી આપી પાક વીમો ચૂકવવા માંગણી

હળવદ : અપૂરતા વરસાદ છતાં સરકાર દ્વારા હળવદ ધ્રાંગધ્રાને અછતગ્રસ્ત જાહેર કરવામાં ન આવતા ધારાસભ્ય પરસોત્તમભાઈ છાબરીયા, ઋત્વિક પટેલ સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જો ચાર દિવસમાં હળવદ – ધ્રાંગધ્રાને અછતગ્રસ્ત જાહેર કરવામાં ન આવે તો જળ સમાધિ લેવા જાહેરાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ હળવદ, થાન, અને સુરેન્દ્રનગર વિસ્તારના ધારાસભ્યો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવું, સત્વરે પાકવિમો ચૂકવવો અને હળવદ ધ્રાંગધ્રાને ચાર દિવસમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી ઉઠાવી હતી.

- text

વધુમાં હળવદ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે હળવદ પંથકમાં ચાલુ સિઝનમાં પાંચ ઈંચ જેટલો પણ વરસાદ થયો નથી છતાં સરકાર દ્વારા હળવદ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો ઉપરાંત તાજેતરમાં ખેડુંતોના મશીન દેડકા ઉપાડી લેવામાં આવ્યા છે જેમાં અનેક નિર્દોષ ખેડૂતો પણ ભોગ બન્યા છે તો ખેડૂતોને અન્યાય ન કરવા પણ માંગણી ઉઠવાઈ હતી.

દરમિયાન જળસમાધિ અંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે જો ચાર દિવસમાં ખેડૂતોના હિતમાં સરકાર પગલાં નહિ લે અને હળવદને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે તો સ્થળ અને સમય જાહેર કરી જળસમાધિ લેવામાં આવશે.

- text