વાંકાનેર બાઉન્ડ્રી નજીક કૂતરું આડું ઉતરતા યુવાનનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામ પાસે બાઇક આડે કૂતરું ઉતરતા રાજકોટના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામ પાસે વિજયભાઇ નાથાભાઇ નકુમ ઉવ ૪૫ રહે. ભારતીનગર શેરી નં ૨ ૧૫૦ ફુટ રીગ રોડ રામાપીર ચોકડી પાસે રાજકોટ વાળા મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે રોડ પર કુતરૂ આડુ ઉતરતા તેની સાથે મોટરસાયકલ ભટકાતા અકસ્માતમાં માથા ના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતકના ભાઈ કિશોરભાઇ નાથાભાઇ નકુમની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text