વાંકાનેર નજીક દારૂ, બિયર સાથે ચાર ઝડપાયા : ૯૦ હજારનો મુદામાલ જપ્ત

- text


વાંકાનેર બાઉન્ડ્રી નજીક પોલીસની સફળ કામગીરી

વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ બિયર હેરફેર કરવાના બે કિસ્સામાં ચાર આરોપીઓને ઝડપી લઈ રૂ. ૯૦૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

વિદેશી દારૂના પ્રથમ કિસ્સામાં પોલીસે હાઇવે પર માર્કેટિંગ યાર્ડ નજીકથી (૧) બાબુભાઇ કાળુભાઇ સાગઠીયા, ઉવ.૩૩ ધંધો-મજુરી રહે.કુંભારપરા રામજી મંદિર પાછળ,વાંકાનેર (૨) રોહીતભાઇ પુંજાભાઇ પરમાર ઉવ.૧૮ ધંધો-મજુરી રહે.કુંભારપરા, વાંકાનેર વાળાને પોતાના હવાલા વાળા પેસન પ્રો મોટરસાયકલમાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ-૦૫ કિં.રૂ.૧,૫૦૦/ નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા કુલ મુદામાલ રૂ. ૨૬,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે બીજા કિસ્સામાં વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી રાજકોટ પીપળીયા હોલ પાસે રહેતા પૃથ્વીરાજ ભગુભાઈ ખાચર અને રાહુલ અરવિંદભાઈ મકવાણાને બિયરના ૨૪ ટીન અને એક્ટિવા મોટર સાયકલ મળી કુલ ૬૩,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ બે દરોડામાં ૯૦,૧૦૦ નો મૂળમાલ જપ્ત કર્યો હતો.

- text