વાંકાનેરના પીઆઇની બદલી રોકવા આહીર સંગઠન મેદાને

- text


રાજકોટની જેમ પોલીસ અધિકારીનું મોરલ તોડવાના પ્રયાસ અંગે તટસ્થ તપાસ કરવા માંગ

મોરબી : વાંકાનેરના સીટી પીઆઇ બી.ટી વાઢીયા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં મોરબી આહીર સંગઠન મેદાને આવ્યું છે અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીના મોરલ તોડવા સમાન આ ઘટનામાં તટસ્થ તપાસ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

આજરોજ આહીર સંગઠન મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વાંકાનેરના ફરજનિષ્ઠ પીઆઇ બી.ટી.વાઢીયા વિરુદ્ધ ચાલતું આંદોલન રાજકીય અને રાગદ્વેષ ભરેલું ગણાવી પોલીસનું મોરલ તૂટે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો.

વધુમાં આહીર સંગઠન દ્વારા તાજા ભૂતકાળમાં રાજકોટ શહેરમાં પણ ખોટી રીતે પોલીસને પરેશાન કરી ફરજમાં રુકાવટ કરી લોહાણા જ્ઞાતિના આગેવાને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની બદલી કરાવી હોવાનું જણાવી આ આગેવાનને ઈશારે આ આંદોલન નથી ચાલતું ને તેવો આરોપ પણ લગાવ્યો હતો.

- text

અંતમાં વાંકાનેર સીટી પીઆઇ ટોલનાકા નજીક ટ્રાફિક હટાવવા માટે ગયા હોય ખોટી રીતે તેઓની બદલી કરાવવા આ ઉપવાસ આંદોલન ચાલતું હોય નિષ્પક્ષ રીતે તપાસ કરી પીઆઇ બી.ટી.વાઢીયાની બદલી રોકવા માંગ ઉઠાવી હતી.

- text