વાંકાનેરમાં સુપર સેવન ક્રિકેટ અંડર ૧૯ ટુર્નામેન્ટમાં સિંધાવદરની ટીમનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


ટુર્નામેન્ટમાં દરેક જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો : એસએમપી હાઈસ્કૂલે તૃતીય ક્રમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું

વાંકાનેર : વાંકાનેરમાં સુપર સેવન ક્રિકેટ અંડર ૧૯ ભાઈઓ તેમજ બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દરેક જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાની એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદરની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત સુપર સેવન ક્રિકેટ અંડર ૧૯ ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધાનું આયોજન વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરાયું હતું.

- text

સ્પર્ધામાં બહેનોના વિભાગમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમો આવેલી જેમાં મોરબી જિલ્લાની એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આજ શાળાની બહેનો એ મોરબી જિલ્લાનું નામ સમગ્ર ભારત માં રોશન કરીને ડોઝ બોલ માં ૪ નેશનલ મેડલ અપાવ્યા હતા.

સમગ્ર સ્પર્ધા મોરબી રમત ગમત અધિકારી પ્રવીણા બહેન તેમજ એ.પી.ઓ. બી.એસ.નાકીયાના માર્ગદર્શન થી સફળ રહી હતી તેમજ વાંકાનેર તાલુકાના કન્વીનર અશોક પટેલ અને પટોડીના આયોજન અને મહેનતથી સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ થઇ હતી.

 

- text