હળવદમાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધામાં ૩૬ ટીમોએ દાખવ્યું કૌવત

- text


મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા

હળવદ : નકલંક ગુરૂકુળ – શકિતનગર ખાતે જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં ૩૬ ટીમોએ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ ઉત્સાહભેર ભાગ લઈને પોતાનું કૌવત દાખવ્યું હતું. આ તકે મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

- text

નકલંક ગુરૂકુળ શકિતનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાઈઓ અને બહેનો રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અન્ડર – ૧૭, ઓપન, ૪૦થી ઉપર અને ૬૦થી ઉપરના ગ્રુપોની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અન્ડર ૧૭ ભાઈઓમાં પ્રથમ નકલંક ગુરૂકુળ – શકિતનગર, બહેનોમાં ઉમા કન્યા છાત્રાલય હળવદ, ઓપનમાં પ્રથમ ભાઈઓ ટંકારાની બજરંગી ટીમ, બહેનોમાં હળવદની ઉમા સંકુલ, ૪૦થી ઉપરમાં ટંકારાની બજરંગી ટીમ, બહેનોમાં હળવદની નગરપાલીકા ટીમ તેમજ ૬૦થી ઉપરમાં ભાઈઓમાં મોરબીની ટીમ અને બહેનોમાં સુખપર – કવાડીયાની ટીમોએ મેદાન માર્યું હતું.

આ સ્પર્ધા દરમિયાન સંસ્થાના પ્રમુખ મહંત દલસુખરામ મહારાજ, એમ.ડી. કરૂણાબેન પ્રજાપતિ, આચાર્ય ભરતભાઈ કણઝરીયા, રમત – ગમત કન્વીનર હિતેશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. દરેક ખેલાડીઓને આગામી દિવસોમાં રાજયકક્ષાએ પોતાનું કૌશલ્ય દેખાડે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

- text