ટંકારામાં આર્યસમાજના વેદ પ્રચાર અભિયાનની રવિવારે પુર્ણાહુતી

- text


અભિયાન હેઠળ પાંચ માસ દરમિયાન ૨૫૧ ધરોમા વૈદિક યજ્ઞ કરાયો : પુર્ણાહુતી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન

ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા ચાલતા વેદ પ્રચાર અભિયાનની આગામી રવીવારે પુર્ણાહુતી થશે. અભિયાનમાં પાંચ માસ દરમિયાન ૨૫૧ ધરોમા વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો છે. પુર્ણાહુતી પ્રસંગે વાનપ્રસ્થ આશ્રમ રોજડના સત્યજીતજી આર્ય ઉપસ્થિત રહેશે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારામાં વૈદિક સિદ્ધાંતોનો સંદેશ યજ્ઞ દ્વારા ઘર ઘર સુધી પહોંચવા માટે આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા સન ૨૦૦૯ થી વેદ પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં વર્ષના જેઠ માસ થી શરૂ કરી પાંચ મહિના સુધી તાલુકાના જુદા જુદા ગામડા અને ધરે ઘરે દરરોજ યજ્ઞ અને જન જન સુધી અને વૈદિક સિદ્ધાંતોનો સંદેશ પહોંચાડવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ સંસ્થા દ્વારા ૨૫૧ જેટલા પરિવારોને યજમાન પદ આપી યજ્ઞનો લાભ પ્રાપ્ત કરાવાયો હતો. જેની પૂર્ણાહુતિ આગામી તા.૭ને રવિવારે આર્ય સમાજ ત્રણ હાટડી ખાતે રાખવામાં આવી છે આ તકે વાનપ્રસ્થ આશ્રમ રોજડના સત્યજીતજી આર્ય હાજર રહેશે અને વેદવાણી નો લાભ આપશે.

- text

પુર્ણાહુતી કાર્યક્રમમાં સવારે ૮:૩૦ વાગ્યે શરૂ થશે જેમાં યજ્ઞ અને યજમાનોને આશીર્વાદ ૯:૩૦ સ્વાગત પછી ભજન ૧૦ વાગ્યા થી અભિયાન પ્રતિભાગીના પ્રતિભાવ ૧૧ વાગ્યા થી વિદ્વાનો નું પ્રવચન અને અંતમાં સૌ સાથે ભોજન લઈ અને વેદ પ્રચાર અભિયાનની પૂર્ણાહૂતિ કરશે. કાર્યકમ ને સફળ બનાવવા સંસ્થા ના હસમુખજી પરમાર પંડિતજી સહીત આર્યવિરો અને આર્ય વિરાગના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

 

- text