ખાખરેચી મિત્ર મંડળ આયોજિત કેમ્પનો લાભ લેતા પદયાત્રીઓ

- text


માળીયા : માળીયા – હળવદ હાઇવે પર ખાખરેચી નજીક ખાખરેચી મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લે છે.

- text

નવરાત્રીના પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો માતાના મઢે પગપાળા જતા હોય છે. ત્યારે તેઓની સેવા અર્થે ઠેક ઠેકાણે સેવા કેમ્પના આયોજનો કરવામાં આવે છે. તેવી ક રીતે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા પણ ખાખરેચી ગામ નજીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો દરરોજ મોટી સંખ્યમાં ભાવિકો લાભ લઇ રહ્યા છે. ખાખરેચી મિત્ર મંડળ દ્વારા કેમ્પમાં ચા પાણી, નાસ્તો, જમવા, નાહવા, રહેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text