મોરબી દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં યોજાશે જિલ્લાકક્ષાની યોગ સ્પર્ધા

- text


ખેલ મહાકુંભ અંતર્ગત તા. ૩ અને ૪ ઓક્ટોબર યોજાશે સ્પર્ધા

મોરબી : મોરબી દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

- text

ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા મોરબીના અવલ્લ શૈક્ષણિક સંકુલ એવા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે યોજવામાં આવશે જ્યાં સમગ્ર મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ઉમેદવારો પોતાનું કૌવત રજૂ કરશે. સ્પર્ધાને લઈને દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

 

- text