મોરબીના નરસંગ ટેકરી મંદીર ખાતે ૧૧ અને ૧૨ ઓકટોબરે નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા અને જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો આપશે સેવા

મોરબી : મોરબીના નરસંગ ટેકરી મંદિરમાં આગામી તા. ૧૧ અને ૧૨ ઓકટોબરના રોજ રોગ નિદાન કેમ્પ યોજાનાર છે. જેમાં કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા અને જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.

ઉતરાખંડની એકમાત્ર ગૌશાળા કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા જ્યા માંદી, લાચાર , અંધ, વૃદ્ધ તથા કતલખાનેથી બચાવીને લઈ આવવામાં આવેલ તેમજ નંદીની સેવા કરવામાં આવે છે. આ ગૌ શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા મોરબીના નરસંગ મંદિરમાં આગામી તા. ૧૧ અને ૧૨ ઓકટોબરના રોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૭ દરમિયાન નિદાન કેમ્પ યોજાનાર છે.

- text

જેમાં ચામડીના રોગો, સોર્યાસિસ, જુનુ ખરજવું, જૂનું દાદર , સાંધાના દુખાવા, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરીંગ, વેરીકોઝવેન, નપુશંકતા, અસાધ્ય સ્ટ્રીરોગ, વાળની સમસ્યાઓ, અવિકસિત બાળક, માંસપેસીઓનો રોગ, પાતળાપણુ, મોટાપો, કરરોડરજુના મણકાની ગાદી ખસી જવી, હદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક રોગોનું નિદાન  કરવામાં આવશે.

કેમ્પમાં કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા અને જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.આ કેમ્પમાં ઉપસ્થિત રહી વિનામૂલ્યે નિદાનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયા મો.૯૭૧૨૩ ૯૯૯૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text