વાંકાનેર મામલતદારનો ડ્રાઇવર લાંચ લેતા રંગે હાથ પકડાયો

- text


ખનીજ ભરેલો ટ્રક કાઢી આપવા માટે અપાઈ હતી લાંચ : મામલતદારે લાંચના પૈસા લેવા માટે મોકલ્યો હોવાની ડ્રાઇવરની કબુલાત

(હરદેવસિંહ જાડેજા, અતુલ જોશી)
વાંકાનેર : વાંકાનેર મામલતદારનો ડ્રાઇવર રૂ. ૨ લાખની લાંચ પેટની રકમ લેતા રંગે હાથ ઝડપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગેરકાયદે ખનીજ ભરેલો ટ્રક કાઢી આપવાના બદલામાં મામલતદારે જ લાંચના પૈસા લઈ આવવાનું કહ્યું હોવાની ડ્રાઇવરે કબુલાત આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર મામલતદાર વી.સી. ચાવડાના ડ્રાઇવર ઇલ્યાસને એલસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. ઇલ્યાસ નામના આ ડ્રાઇવરે એવી કબુલાત પણ આપી છે કે ગેરકાયદે ખનીજ ભરેલ ટ્રકને કાઢી આપવા માટે રૂ. ૨ લાખ નક્કી થયા હતા. આ લાંચની રકમ મામલતદાર વી.સી. ચાવડાના કહેવાથી જ તે લેવા માટે આવ્યો હતો.

- text

હાલ આ ઘટનાથી વાંકાનેર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે બીજી બાજુ એસીબીએ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ આ ટ્રેપ અંગે એસીબી તરફથી કોઈ ઓફિશ્યલી વિગતો જાહેર કરવામાં આવી નથી.

- text