મોરબીના વિનાયક કોર્પોરેશનમાંથી રૂ. ૪.૦૫ કરોડની રોકડ જપ્ત કરતું આઇટી વિભાગ

- text


આઇટી વિભાગે હાથ ધરેલા મેગા સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરાયુ

મોરબી : આઇટી વિભાગે રાજકોટ સહીત એક સાથે ૪૪ સ્થળોએ હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં મોરબીના વિનાયક કોર્પોરેશનમાંથી રૂ.૪.૦૫ કરોડની રોકડ મળી હોવાનું જાહેર કરાયુ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ આઇટી વિભાગે રાજકોટ સહીત એક સાથે ૪૪ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ મેગા સર્ચ ઓપરેશનમાં આઇટી વિભાગે ફાઇનાન્સર અને બિલ્ડર્સને ટાર્ગેટ કર્યા હતા. જો કે છેલ્લા ઘણા સમયથી આઇટી ડિપાર્ટમેન્ટ નિગરાની રાખી રહ્યું હતું.

- text

આ સર્ચ ઓપરેશનમાં આઇટી વિભાગ દ્વારા મોરબીના જ્યંતિભાઈ રાજકોટીયાની પેઢી વિનાયક કોર્પોરેશનને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. જેમાં તેમની રામચોક પાસે આવેલી ઓફિસ અને રવાપર રોડ પરના રહેણાંક મકાનમાં બે દિવસની તપાસ દરમિયાન રૂ. ૪.૦૫ કરોડની માતબર રોકડ મળી આવી હતી. હાલ આઇટી વિભાગ દ્વારા આ રોકડ રકમ જપ્ત કરેલ છે. આઇટી વિભાગ દ્વારા આ ઉપરાંત અમુક સાહિત્ય પણ કબ્જે કરવામાં આવ્યું છે. હાલ આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જયારે આવતા સપ્તાહ દરમિયાન સીલ કરાયેલ તમામ લોકર ખોલી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકરમાંથી કોઈ બેનામી વ્યવહાર સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

 

- text