વાંકાનેરમાં પોલીસના ગેરવર્તનના વિરોધમાં કાલે ઉપવાસ આંદોલન

- text


ફંડ ફાળો એકત્રિત કરતા સ્વયંસેવકોને ધમકી આપી અભદ્ર ભાષાનો ઉપયોગ અને ગુનેગાર જેવું વર્તન કરાયાના આક્ષેપો : જીતુ સોમાણીની આગેવાનીમાં કાલે વિરોધ પ્રદર્શન

વાંકાનેર : વાંકાનેરમાં માતાના મઢ ખાતે જતાં પદયાત્રીઓની સેવા માટે હાઇવે પર ફાળો ઉઘરાવતા યુવાનો સાથે વાંકાનેર સીટી પીઆઈએ ગેરવર્તન કરવાના વિરોધમાં જીતુ સોમાણીની આગેવાનીમાં આવતીકાલે તા.૨૮ના રોજ ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

- text

નવરાત્રીમાં પગપાળા માતાના મઢે જતાં શ્રદ્ધાળુઓની સેવાના આયોજન માટે લોકફાળો એકત્રિત કરવા માટે વાંકાનેર ટોલનાકા પાસે યુવકો વાહનચાલકો પાસે સ્વેચ્છીક ફંડ ઉઘરાવતા હતા ત્યારે આ સમયે ત્યાંથી પસાર થેયલા વાંકાનેર સીટી પીઆઇ બી.ટી.વાઢીયાએ આ ફાળો ઉઘરાવતા સ્વયંસેવકોને અભદ્ર ભાષામાં વાત કરી, ગાળો આપી અને ધમકી આપેલ કે અહીં આવો કોઇ ફાળો એકત્રિત કરવો નહીં આ રોડ તમારા બાપનો નથી જો હવે ક્યારેય અહીં જોયા તો અંદર કરી દઈશ એમ કહી આ યુવાનો કોઈ મોટા ગુનેગારો હોય તેવું વર્તન કરી તેમને ત્યાંથી કાઢી મુકવામાં આવેલ. આ ઘટનામાં પોલીસના ગેરવર્તનના વિરોધમાં વાંકાનેરના આગેવાન જીતુ સોમાણી અને તેમના સમર્થકોએ આવતીકાલે તા.૨૮ના રોજ સવારના તેમના નિવાસસ્થાને ગ્રીષ્મકુટીર, બાપુના બાવલા પાસે દિવાનપરા માં ઉપવાસ આંદોલન ચલાવવાની જાહેરાત કરેલ છે.

- text