મોરબી નગર પાલિકામાં સતા પરિવર્તન નિશ્ચિત : છ એ છ બેઠકો ભાજપ જીતી

- text


પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર – ૬ માં ભાજપમાં ત્રણેય ઉમેદવાર વિજેતા સાથે ભગવો લહેરાયો

મોરબી : મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં આજે હાથ ધરવામાં આવેલી મતગણતરી પૂર્ણ થઈ છે, જેમાં વોર્ડ નંબર – ૬ માં ભાજપના ત્રણે ત્રણ ઉમેદવાર જંગી બહુમતીથી ચટાઈ આવતા મોરબી પાલિકામાં હવે સતા પરિવર્તન નિશ્ચિત બન્યું છે.

મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં હાથ ધરાયેલ મતગણતરીમાં વોર્ડ નંબર – ૬ માં ૧૪ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મીનાબેન હડીયલને ૨૯૪૬, સુરભીબેન ભોજાણીને ૨૭૮૧ અને હનીફભાઈ મોવરને ૨૬૨૩ મત મળતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો.

- text

સામાંપક્ષે કોંગ્રેસના ઉમેદવાર ગુણવંતીબેન પરમારને ૧૦૫૯, જયદીપભાઈ કણઝારિયાને ૧૦૩૯, અને ભાવનાબેન સારલાને માત્ર ૮૫૭ મત જ મળતા કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

આમ, મોરબી પાલિકામાં વોર્ડ નંબર – ૧ માં ભાજપના પ્રભુભાઈ ભૂત, સંગીતાબેન બુચ અને વોર્ડ નંબર – ૩ માં ભાજપના પ્રવીણાબેન ત્રિવેદી વિજેતા બન્યા બાદ વોર્ડ નંબર – ૬ માં ભાજપમાં તમામ ઉમેદવારો વિજેતા બનતા મોરબી પાલિકામાં ભાજપની સભ્ય સંખ્યા ૨૦ માંથી ૨૬ થતા હવે પાલિકામાં સતા પરિવર્તન થાય તેમ હોવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.

- text