મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેની કાલીદ્વિ નદીમાં યુવાન ડૂબ્યો : શોધખોળ ચાલુ

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલી કાલીદ્વિ નદીમાં યુવાન ડૂબ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને યુવાનની શોધખોળ આદરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રામધન આશ્રમ નજીકથી પસાર થતી કાલીદ્વિ નદીમાં યુવાન ડૂબ્યો હોવાનો બનાવ બન્યો છે. આ મામલે જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ તરવૈયાઓ દ્વારા નદીમાં યુવનની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ યુવાને નદીમાં ઝંપલાવતા રસ્તા પરથી પસાર થતા લોકોએ જોતા યુવાનની શોધખોળ હાથ ધરાઈ છે. પણ હજુ સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી.

 

 

- text