મોરબીના રફાળેશ્વર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકની લોરી પલ્ટી મારી ગઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રફાળેશ્વર નજીક ૮-એ નેશનલ હાઇવે પર મેગ્નમ સીરામીક નજીક કોલસા ભરેલા બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં એક ટ્રકની કોલસા ભરેલી લોરી પલ્ટી મારી જતા રસ્તા પર કોલસાના ઢગલા થઇ ગયા હતા. જો કે આ અકસ્માતમાં સદનસીબે ટ્રક સવાર લોકોને સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી.

- text