પાણીનો પોકાર : ટંકારા તાલુકામાં સિંચાઈના અભાવે પાક મૂરઝાતા ખેડૂતો પર ચિંતાના વાદળ

- text


ખેડૂતોના પાકને જીવતદાન આપવા સૌની લિંક યોજના સમયસર ચાલુ કરવાની પ્રબળ માંગ

ટંકારા : ટંકારા તાલુકામાં અપુરતા વરસાદથી જગતાત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. સમગ્ર પંથકમાં સિંચાઈના અભાવે કપાસ, મગફળી તેમજ અન્ય પાકો મુરઝાઈ રહ્યા છે. ત્યારે મોરબી મચ્છું-૧,૨ ડેમી ૨,૩ સારણડેમ, તેમજ બંગાવડી ડેમમાં સૌની લિંક યોજના સમયસર ચાલુ કરી ડેમો, તળાવો, વોકળા ભરીને ખેડુતોનો લાખો રુપિયાનો ઊભો પાક બચાવી શકાય તેમ છે અને કુવા પણ ફરીથી રિચાર્જ થઈ શકે તેમ છે

નમામી નર્મદે…નર્મદાબંધની સપાટી ૧૨૫ મીટરની આસપાસ છે ત્યારે સૌરાષ્ટ્રમા અપુરતા વરસાદથી ખેડૂતોના કુવા તળિયા જાટક છે ત્યારે સૌની લીંક યોજના સોનાની લગડી જેવી ખેડૂતો માટે વરદાનરૂપી સાબિત થઈ શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં અપુરતા વરસાદથી મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ખેડુતોને લાભ થઈ શકે તેમ છે. મચ્છું-૧,૨ તેમજ ડેમી ૨,૩ માં તાત્કાલિક ધોરણે પાણી નાખી ખેડૂતોના સુકાતા ઉભા મોલને બચાવી શકાય તેમ છે. ટંકારાની આજુબાજુમાંથી પસાર થતી સૌની લિંક યોજનાના વાલ્વમાંથી તળાવ, ચેકડેમો, નદી-નાળા ભરીને ખેડુતોને લાભ આપી શકાય તેમ છે. કુદરત ન રીઝવાના કારણે ટંકારા પંથકના હડમતિયા, સજજનપર, લજાઈ,વિરપર, ધ્રુવનગર, ઘુનડા (સ.), હિરાપર, જબલપુર, ચાચાપર,આમરણ જેવા અનેક ૬૦ ગામોને નર્મદા લિંક યોજનાનો લાભ મળી શકે તેમ છે.

- text

જો જગ તાતને સરકારની સૌની લિંક યોજનાનો સમયસર લાભ મળી શકે તો ખેડુતોનો ઉભા મોલને બચાવી શકાય તેમ ખેડુત વર્તુળો દ્વારા જાણવા મળેલ છે.ખેડુત સમૃદ્ધ તો જ ગામ, શહેર કે દેશ સમૃદ્ધ અને મબલખ ઉત્પાદનથી સરકારના અન્નના ભંડારો પણ છલકાવી દેશે જેથી કરીને દેશના વિકાસમા પણ અમુલ પરિવર્તન થશે.

ગુજરાત સરકાર જગતાતને સૌની લિંક યોજનાનો સમયસર સિંચાઈ માટે ટંકારા પંથકને તાત્કાલિક ધોરણે પાણી આપી આ પંથકના ખેડુતોને ઉગારી શકે તેમ છે. અેક સુત્ર અેવુ પણ છે ” જળ છે તો જીવન છે” આ જળ પીવા અને સિંચાઈ માટે જો પુરતા પ્રમાણોમા મળે તો આ જગતનો તાત પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દેશે પછી કોઈ જણસોના ભાવ અોછા હશે તો ચાલશે પણ જળ અોછુ હશે તો નહી ચાલે. બીજી તરફ “જય જવાન જય કિશાન”નું સુત્ર આપનાર આપણા લાલબહાદુર શાસ્ત્રીજીના સપના પણ સાકાર થશે.

- text