નવા સાદુળકા ગામે સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આજરોજ સીઆરસી કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ અવનવી કૃતિઓ રજુ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ નવા સાદુળકા ગામે સીઆરસી ક્લસ્ટરની આઠ શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં આઠેય શાળાઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

- text

આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શક્તિનગર શાળા દ્વારા રજૂ કરાયેલ સ્વયં સંચાલિત સ્ટ્રીટ લાઈટ સિસ્ટમ પ્રોજેકટ પ્રથમ ક્રમે અને દ્વિતીય ક્રમે આર.ઓ.નું પાણી શરીર માટે નુકશાન કર્તા હોવાનો પ્રોજેક્ટ પસંદ થયો હતો.

- text