જુના સાદુળકા ગામે અનાજ દળવાની ઘંટીમાં સાડી આવી જતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે અનાજ દળવાની ઘંટીમાં સાડી આવી જતા મહિલાનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના સાદુળકા ગામે રહેતા કુસુંમબેન હમીરભાઇ પટેલ, ઉવ-૩૫ નું ગઈકાલે અનાજ દળવાની ઘંટીમાં સાડી આવી જતા અચાનક ગળા ફાંસો લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

- text