માળીયા : નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


માળીયા : માળિયા (મીં.) તાલુકાના નાનીબરાર ગામે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં નાનીબરાર સી.આર.સી. ની તમામ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૈવિધ્યસભર મોડેલો રજૂ કર્યા હતા. જેમાં સફાઈના સાધનો, પ્રદુષિત પાણીના શુદ્ધિકરણનો પ્લાન, મોડેલ ઓફ લાઈટ, ગણિતના વિવિધ નમૂના વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પ્રદર્શનમાં જયસુખભાઈ કેલા, કરમણભાઈ ચાવડા અને વિરલબેન પરમાર એ નિર્ણયકની ભૂમિકા ભજવી હતી. પ્રદર્શનમાં પ્રથમ ક્રમ મોટીબરાર પ્રા. શાળા, દ્વિતીય ક્રમ જસાપર પ્રા. શાળા અને તૃતીય ક્રમ જાજાસર પ્રાથમિક શાળાને મળ્યો હતો જેમનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા નાનીબરાર સી.આર.સી. કો. ઓર્ડીનેટર દિનેશભાઇ કાનગડે ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text