સુપ્રીમ કોર્ટનો ચુકાદો વકીલોના મૂળભૂત હક્કો ઉપર તરાપ સમાન : મોરબીમાં વકીલોનું આવેદન

- text


મુખ્ય ત્રણ માંગણીઓ અંગે મોરબી બાર એસોશિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

મોરબી : વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત ન રહી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બ4 કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અન્વયે મોરબી બાર એસોશિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલોને હડતાલ પાડવા અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની મનાઈ ફરમાવતા દિશા નિર્દેશ આપતા દેશભરના વકીલોમાં આ ચુકાદા અને કેન્દ્ર સરકારના વલણની આકરી ટીકા થઈ છે જે અંતર્ગત આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અન્વયે મોરબી શહેર જિલ્લાના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટના આ દિશા નિર્દેશના વિરોધમાં બપોરે ૩ વાગ્યે કોર્ટ કમ્પાઉન્ડથી કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું.

- text

વધુમાં મોરબી બાર એસોશિએશન દ્વારા વકીલોના હિતમાં આરોગ્ય, પેન્શન અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા અને નિવૃત ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી સરકારી કામગીરી બંધ કરાવવા પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

- text